સહજીવન
સહજીવન
અણગમતી ઘણી વાતે લડીશું,
છતાં એકબીજાને હંમેશા ગમીશું
ઝરણાંની જેમ કીનારો કોતરીને,
પછી દરિયાની ઊંડાણમાં ભળીશું
સીધો રસ્તો, રૂઢિ ને ઘેંટાની ચાલ,
અવળે રસ્તે તારી સંગાથે ચાલીશું.
તારા ચુંબનોથી આલિંગનસ્થ બની,
અંતે મૃત્યુની ચાંદનીને ઓઢીશું.

