STORYMIRROR

Ranjana Solanki Bhagat

Tragedy

4  

Ranjana Solanki Bhagat

Tragedy

ગુજારેલા વર્ષો

ગુજારેલા વર્ષો

1 min
404

તું આવીશ, જરૂર આવીશ એક દિ',

એ આશમાં ગુજારેલા એ વર્ષો,


રસ્તા પર મીટ માંડીને બેઠેલી આંખોમાં,

એક એક કરીને વિતાવેલા એ વર્ષો,


માત્ર એકબીજાથી હંમેશા મોઢું ફેરવીને,

છતાં એકબીજાને જોવા તરસતા એ વર્ષો,


દૂર દૂર રહેવા છતાં, પાસે હોવાનો,

અહેસાસ કરાવીને પસાર થયેલા એ વર્ષો,


ઉંમરની ઝાંખી દેતી મારી કાયાની કરચલી

ને શ્વેત કેશોમાં હજુ સુધી બંધાયેલા છે એ વર્ષો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy