STORYMIRROR

'Sagar' Ramolia

Tragedy

4  

'Sagar' Ramolia

Tragedy

વિધવા ભાગ-48 પિયુ કયારે આવશે ?

વિધવા ભાગ-48 પિયુ કયારે આવશે ?

1 min
603

બારણા વચ્‍ચે ઊભી'તી ને ઊંચી-નીચી થાતી'તી,

હું તો વાટલડી જોતી'તી પ્રાણનાથની.

કયારે પિયુજી આવશે ને હૈડે લગાડશે,

હું તો યાદમાં ઝૂરતી'તી પ્રાણનાથની.


કયારે પિયુજી આવશે ને ‘પ્રિયા પ્રિયા' કરશે,

હું તો વાણી ઝંખતી'તી પ્રાણનાથની.

કયારે પિયુજી આવશે ને મીઠી વાતો કરશે,

હું તો વાતો સુણતી'તી પ્રાણનાથની.


કયારે પિયુજી આવશે ને મંદ હાસ્‍ય વેરશે,

હું તો ખુશી ઝંખતી'તી પ્રાણનાથની.

કયારે પિયુજી આવશે ને કામ કોઈ ચીંધશે,

હું તો સેવા ઈચ્‍છતી'તી પ્રાણનાથની.


કયારે પિયુજી આવશે ને ઘરે સાથે રહેશે,

હું તો હાજરી ઈચ્‍છતી'તી પ્રાણનાથની.

કયારે પિયુજી આવશે ને ભાર ઓછો કરશે,

હું તો સંગાથી બનતી'તી પ્રાણનાથની.


કયારે પિયુજી આવશે ને આનંદ લાવશે,

હું તો રમૂજ ઈચ્‍છતી'તી પ્રાણનાથની.

કયારે પિયુજી આવશે ને નિરાશા ભગાડશે,

એવી આશા રાખતી'તી પ્રાણનાથની.


કયારે પિયુજી આવશે ને મુખડું દેખાડશે,

એવી કૃપા ઝંખતી'તી પ્રાણનાથની.

કયારે પિયુજી આવશે ને વિયોગ ભગાડશે,

હું તો વાટલડી જોતી'તી પ્રાણનાથની.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy