Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Tragedy

4.9  

'Sagar' Ramolia

Tragedy

વિધવા ભાગ- 22 સધવાની પ્રાર્થના

વિધવા ભાગ- 22 સધવાની પ્રાર્થના

1 min
656


એક સાસરેથી પરણી બીજા સાસરે આવી,

એમાં થઈ જો કંઈ ભૂલ હોય તો

પ્રભુ ! મને માફ કરજો !


એક ચૂડલો નંદવાયો બીજો ચૂડલો પે'ર્યો,

એમાં થઈ જો કંઈ ભૂલ હોય તો

પ્રભુ ! મને માફ કરજો !


આ દુનિયામાં તેઓને સુખ ન મળ્‍યું,

એ દુનિયામાં સુખ આપજો,

પ્રભુ ! એટલી કૃપા કરીને

એનું દુઃખ તમે હરજો !


એક ભવના બે ભવ કરીને,

વૈધવ્‍ય મારું આજે ભાંગ્‍યું,

એમાં જો કંઈ ખોટું થયું હોય તો

પ્રભુ ! મને માફ કરજો !


નવો પતિ થયો, નવો સંસાર થયો,

નવી દુનિયામાં આવી આજે,

એમાં જો કંઈ વિઘ્‍ન હોય તો

પ્રભુ ! તમે દૂર કરજો !


કામણગારો છે મારો લાડલો પતિ,

મનડું નિર્મળ નિરાળું છે,

નજર કોઈની ન લાગે તેથી

પ્રભુ ! એની રક્ષા કરજો !


અટપટી છે જિંદગીની ઘટમાળ,

અટવાઈ એમાં રહેવું પડે,

હું પણ એમાં અટવાઈ ગઈ

પ્રભુ ! હૈયે હામ ભરજો !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy