Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Tragedy

4.9  

'Sagar' Ramolia

Tragedy

વિધવા ભાગ-18 સાસુ ઉર્ફે માતાની વિદાય

વિધવા ભાગ-18 સાસુ ઉર્ફે માતાની વિદાય

1 min
612


બેટા રે ! વિધાતાના લેખ કોઈથી ન ભૂસાય,

સંસાર સ્‍ત્રીનો સહારો કે'વાય;

જેનો સંસાર રોળાય એ સ્‍ત્રી ઠેબાં ખાતી જાય,

સંસાર સ્‍ત્રીનો સહારો કે'વાય !


વિધવા થવાના લખ્‍યા હશે તારા ભાગ્‍યે લેખ,

ફરી પરણવા તારે મારી શકે કોણ મેખ ?

બેટા રે ! તારી વિદાય મારાથી કેમ ખમાય,

સંસાર સ્‍ત્રીનો સહારો કે'વાય;

જેનો સંસાર રોળાય એને દુઃખડાં ન માય, સંસાર...


નવા સંસારમાં જઈ તું રે'જે સદા હસતી,

પતિદેવને સાથ દેજે સદા તું મલકતી;

બેટા રે ! જીવન તારું દુઃખમાં ન રોળાય,

સંસાર સ્‍ત્રીનો સહારો કે'વાય;

સંસાર વિનાની નારી વામણી ખૂબ ગણાય, સંસાર...


સાસુ-સસરાનો પડયો બોલ તું હોંશે પાળજે,

ખંતથી સેવા કરજે એના પગ પખાળજે;

બેટા રે ! સાસરિયે રહેવું શાંતિથી સદાય,

સંસાર સ્‍ત્રીનો સહારો કે'વાય;

એવાં કામ કરવાં જેથી બધાં હરખાય, સંસાર...


ઈશ્‍વર તને જીવનમાં સદાયે આપે સાથ,

મુશ્‍કેલી ન આવે હેમખેમ રહે પ્રાણનાથ;

બેટા રે ! મન તારું જેથી કદી'યે ન મૂંઝાય,

સંસાર સ્‍ત્રીનો સહારો કે'વાય;

હરપળે જીવનમાં કરે સંસાર સહાય, સંસાર.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy