STORYMIRROR

Meena Mangarolia

Romance Tragedy

3  

Meena Mangarolia

Romance Tragedy

સ્પર્શ

સ્પર્શ

1 min
742


ઈચ્છુ છુ એક અંતરની ઈચ્છા

અગ્નિદાહ પહેલા મળે મારી ચિતાને

એ પ્રેમનો સ્નેહાળ સ્પર્શ..


આમતો દૂરથી થતો રહે છે

તમારા શબ્દો અને વાણી

વિલાસથી તમારો સ્પર્શ....


વાર તહેવારે રૂબરૂમાં મળો છો

છતાય સંવેદનાની વિરડીઓમાં

રહી જાય છે અધૂરો ..સ્પર્શ .


ચાહે છે દિલ ની મુલાયમ ધડકન

આપની ધડકનો નો એક સ્પર્શ

હાલત છે નદી ના બે કિનારા જેવી..

છે સામ સામે છતાય નથી થતો સ્પર્શ


દહેશત છે વીતી જશે આમજ જીવન

અને રહી જશે અધૂરો સ્પર્શ...


ઈચ્છુ છુ એક અંતરની ઈચ્છા

અગ્નિદાહ પહેલા મળે મારી ચિતાને

એ પ્રેમ નો સ્નેહાળ સ્પર્શ...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance