Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gopal Dhakan

Tragedy

3  

Gopal Dhakan

Tragedy

એક શહીદની પત્નિનું ગીત

એક શહીદની પત્નિનું ગીત

1 min
305




વ્હાલા, શમણાંની આભથી 'ય ઊંચી અટારી એક ધડૂસ દૈ તૂટી પડી હેઠી,

કે મારે ભર વસંતે પાનખર બેઠી.


વ્હાલા, વેઢલે ગણાય બસ એટલો સંગાથ તમે નોધારી કેમ કરી ચાલ્યા ?

વ્હાલા, ફુલ્યો ફાલ્યો જ્યાં નાનો શો બાગ તમે મોતના કાંડા શીદ ઝાલ્યા?

વ્હાલા, સળગે છે હૈયુ, સળગે છે પાલવ ને સળગે છે સિંદૂરી સેંથી.

કે મારે ભર વસંતે પાનખર બેઠી.


વ્હાલા, પાંસળીઓનો ભાર હવે હૈયાને લાગે ને સપનાનો લાગે છે આંખને.

વ્હાલા,દિવસનો ભાર હવે આયખાને લાગે ને રાતનો તો કઈ કઈ વાતને !

વ્હાલા, કરમાયેલ ફૂલ હું ખરી પણ શકું નહીં શૂળ એવી ઝેરીલી પેંઠી.

કે મારે ભર વસંતે પાનખર બેઠી.



Rate this content
Log in