જિંદગી જબરદસ્ત છે
જિંદગી જબરદસ્ત છે
કોઈક કહે મને કેમ છો, કહું છું મસ્ત છું,
ખુદાના શુક્રાના અદા કરવામાં વ્યસ્ત છું.
સુખના સૂર્યનો એક દી ચોક્કસ થશે ઉદય,
ભલે ને આજે મારો સુખનો સુરજ અસ્ત છે.
દુઃખ મળે કે સુખ હું તો મોજમાં રહુ છું,
ગમે તેવી છે તોયે જિંદગી જબરદસ્ત છે.
ઈશ્વર જે કરે તે, તેની પર મને ભરોસો છે,
મારી તો દરેક પળ દરેક ક્ષણ ખુદા પરસ્ત છે.
આજે નહિ કાલે મળશે જીત જરૂર મળશે,
ભલે ને આજે જિંદગીના જંગમાં શિક્સ્ત છે.
