જેવું જોઈએ એવું બનાવી આપું
જેવું જોઈએ એવું બનાવી આપું
જેવું જોઈએ એવું બનાવી આપું
લાવ તારું જીવન સજાવી આપું,
મારી વાતનો વિશ્વાસ થાશે નહીઁ
મારું સોગંદનામુ લખાવી આપું,
અમુક ઈચ્છા અંતે મરી જવાની
જીવંત એને રાખવા સંજીવની લાવી આપું,
વસમી વેળામાં હિંમત શું હારવી !
વખતનો તખ્તો પલટાવી આપું,
વાંચવામાં જ્યારે કાંઈ સૂઝે નહીઁ
" બેદર્દ " ની ગઝલ છપાવી આપું.
