STORYMIRROR

Parag Pandya

Inspirational

4  

Parag Pandya

Inspirational

પુરુષ

પુરુષ

1 min
3

પુરુષને સંગ સ્ત્રીનો જોઈએ, પછી મનુષ્ય હોય કે દેવ,

રામને સીતે તો રાધે-ક્રિશ્ર્ના યા શંકરને જોઈએ પાર્વતી.


વિદ્યાર્થીને વિદ્યા, નોકરિયાતને લક્ષ્મી ને ઘરડાંને શાંતિ,

પણ નારી જીવનના હર એક પડાવમાં જોઈએ સંગ.


દિવસ એનો ઉગે ઉષા સંગ તો દિવસ આથમે સંધ્યા સંગ,

દિવસભર મહેનત કરે એ, એ પણ અન્નપૂર્ણા માટે ફક્ત.


રાતે નિંદીયારાની નિશા સંગ, ને રાસ ખેલે સપના સંગ,

પ્રભાતે પૂજા, અર્ચના, આરતી, આરાધના, વંદના સંગ.


લડાઈમાં વિજયા, અંધકારમાં જ્યોતિ, ઘડપણમાં મમતા,

એટલે જ કહ્યું છે નારી વિના હંમેશાં પુરુષ હોય છે અધૂરો !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational