STORYMIRROR

Bhavdeep Vaghela

Inspirational

4  

Bhavdeep Vaghela

Inspirational

એવી એક ગઝલ રજૂ કરવી છે

એવી એક ગઝલ રજૂ કરવી છે

1 min
8

શબ્દો પોતાનાં અર્થનાં સરનામાંય ભૂલી જાય,

મારે આજે એવું કંઈક લખવું છે ધારદાર,


આ હાથ ધ્રુજી ઊઠે ને કલમ પણ રડી જાય

એવી એક ગઝલ રજૂ કરવી છે ચોટદાર,


તૂટેલા ઘાયલ દિલ તો આમેય મળી જાય

અસહ્યને સહ્યું છે એવું આ હૈયું છે દમદાર,


જ્યારે લાગણી, પ્રેમ, વેદના બધું વ્યર્થ બની જાય,

ત્યારે ભાગ્યવિધાતા ભાગ્ય રચી દે છે જોરદાર,


મારાથી કોઈને કાંઈ ફરીયાદ ના રહી જાય

જગમાં એવું નીભાવી લેવું છે મારું કિરદાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational