STORYMIRROR

Bhavdeep Vaghela

Inspirational

4  

Bhavdeep Vaghela

Inspirational

તો લખવું જોઈએ

તો લખવું જોઈએ

1 min
8

કાળજામાં ઘા લાગે તો લખવું જોઈએ

ખાલીપો ખીજવવા લાગે તો લખવું જોઈએ,


લખવા માટે શબ્દો કાંઈ શોધવાથી ના મળે

જો અંતરથી અવતરે તો લખવું જોઈએ,


આમ તો વ્યક્ત થાય નહીં હૈયાની લાગણી

કોઈ લખવા માટે પ્રેરે તો લખવું જોઈએ,


તુજ પ્રેમની વાતો લોકો વાંચીને ભૂલી જશે 

તને ખુદા નવું લખાવે તો લખવું જોઈએ,


જે ક્ષણે હૈયાની વાત હોઠમાં ના લાવી શકો

હાથમાં લેખિની ઊગે તો લખવું જોઈએ,


વાચા અને વાણી સીમિત બનતા લાગે પછી

સંબંધોની સાંકળ તૂટે તો લખવું જોઈએ,


ક્યારેક શબ્દોથી પણ રાહત મળી શકે,

"બેદર્દી" ઔષધ કરે તો લખવું જોઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational