પરમતત્વ
પરમતત્વ
શૂન્યને ટેકો મળે એક લાકડી કેરો,
શૂન્ય મટી બને એક, મિલન અદકેરું,
મન સરખા જીવને, મળે જો શિવ,
અંતરાત્માની જ્યોતિમાં વસે શિવ,
પતિ ને પત્ની કહેવાય છે બે રથનાં પૈડાં,
એક ને એક મળીને, ભવસાગર તરે સાથે,
પ્રેમી ને પ્રેમિકાના સાચા થાય પારખાં,
જ્યારે શોધીએ તો મળે એક જ હૈયા,
એક ને એકનું એક્ત્વ બને જ્યારે,
પરમતત્વ પરમેશ્વરનું હૈયે બિરાજે.
