STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Fantasy

3  

Vishvesh Jhala (ઉમંગ)

Fantasy

શોધ

શોધ

1 min
221

તને કહેવા એ વાત હું તક શોધતો ફરતો હતો,

ચોમાસું બોલાવવા ચાતક શોધતો ફરતો હતો,


શબ્દો મળતાં ન હતા, ખોલવા માટે હૈયાને મારાં,

દુઃખ વહેંચી શકે એ વેચક શોધતો ફરતો હતો,


કોણ સમજે છે વ્યથા જીવનની આ જગતમાં,

ભજવી શકું એવું હું નાટક શોધતો ફરતો હતો,


સમય જાણે કે થંભી ગયો છે તમારી જુદાઈમાં,

ચલાવે જીવન એવું લોલક શોધતો ફરતો હતો,


અંધારે અટવાયો છું, સુઝતો નથી મારગ કોઈ,

ફેલાવે પ્રકાશ જે એ દિપક શોધતો ફરતો હતો !


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Vishvesh Jhala (ઉમંગ)

Similar gujarati poem from Fantasy