STORYMIRROR

Amit Chauhan

Fantasy

3  

Amit Chauhan

Fantasy

રહ્યો છું

રહ્યો છું

1 min
260

ડાળ પર બેસી ઝૂલતો રહ્યો છું ને કૂદતો રહ્યો છું,

હું એ રીતે જિમના વિકલ્પ શોધતો રહ્યો છું 

બાવડાં નથી મારા પહેલવાન જેવા ને ચહેરો નથી કોઈ ફિલ્મ સ્ટાર જેવો

તોયે જ્યારે જરૂર લાગી ત્યારે ઝઝૂમતો રહ્યો છું,


આગ લાગી હોય ઘરમાં જ્યારે ને ખુશી જોઈતી હોય તત્કાળ ત્યારે કરવું શું ? 

ક્ષણ એકેય વેડફ્યા વિના,

હું તરત જ બહાર ગયો છું,


નિર્ધનને ત્યાં વળી ખુરશી કેવી 

બાંકડો જોઈ મહોલ્લામાં બેસી ગયો છું.


વિચાર કશાકનો કરવા માટે, હા વિચાર કશાકનો કરવા માટે મુહુર્ત થોડું જોવાય !

જે મળ્યું બેસવા માટે બેસી ગયો છું,


કોઈક આવ્યું ને ચાલ્યું ગયું 

યાદોની પ્રસાદી આપતું ગયું 

ચહેરો હસતો રાખી 'હેલ્લો' કહેતો રહ્યો છું 

હું એ રીતે જાતને શોધતો રહ્યો છું. 


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy