Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Amit Chauhan

Abstract

3  

Amit Chauhan

Abstract

કપરા કાળમાં

કપરા કાળમાં

2 mins
227


કપરા કાળમાં….હા, હા….

કપરા કાળમાં કેવી રીતે ટકી શકાય (2)

એ અંગે વિચાર કરતાં કરતાં સ્ફૂરી આવ્યો એક વિચાર

કોઈક બોલી રહ્યુ: કર પ્રેમ સ્વયંને….

પંચેન્દ્રીય વિશે મન વિમર્શ કરવા લાગ્યું,


પહેલા દેખાઈ આંખો, એ પછી મહીંની કીકી

અને એ પછી કાન અને નાક વિશે પણ વિચાર કર્યો 

બોલાઈ જવાયું: વાહ ! મારી આંખો તારો ખૂબ ખૂબ આભાર…..

તે મુજ કાજે કેટલી જહેમત ઉઠાવી.

કલાકોના કલાકો સુધી સ્થિર રહી.

કયારેક જ હેરાન કર્યો 

અને હું પણ સમજું ને તને કેટલો થાક લાગે !

સારું બસ ; હું સૂતા સૂતા નહીં વાંચુ અને અમુક અમુક સમયે પલકારા મારીશ. તને ઠંડા પાણીનો સ્પર્શ ગમે છે ને એટલે એ પણ કરીશ. 


ઓહ ! મારા કાન, મારા વહાલા વ્હાલા કાન…..ચિંતા ન કરો….બહુ જલ્દી તમારા આંગણે એક ફિલ્ટર મૂકાવડાવું છું 

જાણું છું તમને બંનેને કેટલું બધું જરૂર વિનાનું અને મગજ બગાડી નાખે એવું સાંભળવું પડે છે. 

થોડી ધીરજ રાખો. એક સાયન્ટીસ્ટને રોક્યા છે મેં આ માટે.

હાલ પૂરતું પૂમડાથી સારું રહે છે ને ! બસ ત્યારે !

જાણું છું મગજમાં જેમના ચરબી જામી ગઈ છે 

એ જરૂર વિના હોર્ન દબાવ્યા કરે છે. 

મને તમારા પડદાની ચિંતા છે. 

જો મારું ચાલે તો દિપાવલીએ ફોડાતા ફટાકડા બંધ કરાવી દઉ ! 

પણ બદમાશોની ઓલાદોને કોણ અટકાવવા જાય !

એના કરતા આપણે આ રૂના પૂમડા સારા ! બરોબર ને ! 

એક સ્ત્રી અને વહેતું પાણી કેવી રીતે પોતાનો રસ્તો કાઢી લે છે ! 

બસ એ જ રીતે આપણે પણ રસ્તો કાઢી લેવાનો. 


અને આદરણીય નાકજી મારે તમારો પણ આભાર માનવો રહ્યો 

તમારી અંદરના વાળ લાગે છે તો સૂગ ચઢે એવા 

પણ સાચી વાત કહું; એ તો શુદ્ધિકરણનું કાર્ય કરે છે. 

હવે હું તમારા પ્રત્યે વધારે સભાન બનીશ ને ન્હાતી વેળા તમને બરોબર રીતે સાફ કરીશ.

અને હા, તમારો પેલો ઢેકો છે એટલે સારુ. હું ગોગલ્સ પહેરી શકું છું,


અરે જીભ ! તારા વિશે વાત કરતા તો મારે બહુ સાવચેતી રાખવી પડશે.

તારી તો કેટલી કાળજી રાખવી પડે ! જે વળતર આપે છે એની આગળ જો સ્હેજ અવળું બોલાઈ ગયું તો બાજી હારી જવાય ! 

પણ એક સ્પષ્ટતા કરી લઉ ; કહેવા જેવું લાગશે એ કહી દઈશ. યોગ્ય શબ્દોમાં. કદાચ તને ખબર હશે કે બહુ મીઠાશમાં………અને ઓવનની ગરમીમાં શેકાતા પફથી અને તવા પર ભેળસેળીયા બટર કે તેલથી તળાતા વડાપાઉથી તો હું તને કેટલાય વખતથી બચાવતો આવ્યો છું. હા, એક -બે વખત 'ઝેવિયર્સ કોર્નર' આગળ મેં તને અભડાવી હતી. એ વખતે ખરેખર હું તારી ઉપર લગામ નહોતો રાખી શક્યો.


એય ચામડી, તું તો મને અને વિશ્વ આખાના મનેખને સ્પર્શનો અનુભવ કરાવે છે. મારી તને વિનંતી છે કે જો કોઈ બદમાશ કે લફંગી વ્યક્તિનો સ્પર્શ થાય તો મને તરત જ જાણ કરી દે જે

હો ને ! જેથી કરીને હું દલદલમા ફસાતો બચી જાઉં !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract