હિમાચલ પ્રદેશનો હોલો
હિમાચલ પ્રદેશનો હોલો
વિસ્મય અહા શું ઉદ્ભવ્યું !
એક પંખીનું ગાન મુજ કર્ણમાં
સળવળ્યું
સંભળાયો એનો અવાજ પણ ન સમજાઈ
એની વાત
વાહ ! એક પંખીનું અસ્તિત્વ કેવું ઝળહળ્યું,
ન જોવા મળ્યો માસ્ક એના મુખ પરે
સઘળી ચિંતાઓ ફગાવી એણે
પાંખોના એક ઝાટકાએ…..
ને એ સાથે જ ખળભળ્યું નોખું સંગીત !
ને વીજળીના તાર પર બેઠેલ એક હોલાને
જોતાં સ્મરી આવી કૃષ્ણની સ્થિતપ્રજ્ઞતા
સાધના એની પાંચ મિનિટની મુજને ;વીજળીના તાર પર જોવા મળી.
ને જવાનુંં ક્યાંક મન થયું એનુંં
ને પાંખો ફફડાવી એ તો ઊડી ગયો
ને એ જ ક્ષણે તાર પરે બાઝેલા
વર્ષાબિન્દુઓ ધરા પર વેરાયા...ઝીલાયા…
સમાઈ ગયા માટી મહીં….
ને એ પછી 'ઓહ એલચી ' કહેતાં દોડાઈ જવાયું
મા સંગ કિચનમાં
ખોલાઈ ડબ્બી એલચીની
ને નંખાયા ચાર દાણા ઉકળતી ચામાં….
ચિનાઈ માટીની વાટકીમાં ચા રેડાઈ ત્યાં તો
ઘરમાં હોલાનું આગમન !
મન ગાઈ ઊઠ્યું: આઈએ…….એ…..એ…..મહેરબાન !
ને હોલો જોયો હોય તો……
'વિવાહ'નો શાહિદ કપૂર !
જાણે મુજને કહી રહ્યો: મુઝે હક હૈ……
ભૂવાની જેમ માથું ધૂણતા હોલાએ
વેર્યા વર્ષાબિન્દુઓ અહીં તહીં……
સમજાઈ એની ચા પીવાની ઈચ્છા
ને એ પછી એના ભીનાં માથાનો સ્પર્શ
ખોલ્યાં મેં એના બે જડબા
ને અડાડી રકાબી ચાની…..
ગુડક ગુડ ગુડક ગુડ અવાજ ઉદભવ્યો
ડાબી એની આખનું સ્થિર થવું એક ખાખરા પર…
ને જમણી આખ વડે માંગણી મૂકાઈ
એ જાણકાર નીકળ્યો….
પૂછાયો સવાલ: ઈન્દુબેનના ?
ના…...હંસાબેનના……
ખોટા જવાબથી નારાજ એ હોલો
અકળાયો.
ભૂવાની જેમ માથું પુન: ધુણાવ્યું
સોરી...સોરી….ઈન્દુબેનના જ છે.
એક સ્મિત રેલાયુ એના વદન પરે
ઠીચુક ઠીચુક ચાલતા એ ખાખરા સમીપ પહોંચ્યો,
ટુકડો તોડી ખાખરાનો
એણે એને મોમાં મૂક્યો
ક્યાંથી આવવાનુંં પૂછાતા મળ્યો જવાબ : કસૌલી
થાય કેટલું દૂર સૂરજપુર…..?
તુરંત જવાબ દીધો એણે….
બોલ્યો: 169 માઈલ……
'ક્વીન' વિશે લખાયેલો એક લાંબો પત્ર
મેં એની ચાંચમાં દબાવ્યો…..
પૂછાઈ ગયું મુજથી ; વિલ યુ બી મેસેન્જર ફોર મી ?
અફ કોર્સ….વ્હાઈ નોટ ! શબ્દો એના કાને પડતા
મુકાઈ ગયો હાથ એના મસ્તક ઉપર…
ને એ પછી એ પાંખો ફફડાવતા ઊડી ગયો.
