STORYMIRROR

Amit Chauhan

Abstract

3  

Amit Chauhan

Abstract

ગયા છે

ગયા છે

1 min
174

આપ્યા'તા તે જે પગ ચાલવા માટે

તે આજે જરૂર કરતા વધારે,નેવું ઔંસનાં ખૂણે 

રહેવા ટેવાઈ ગયા છે !

ને ટેબલ અને ખુરશીએ તો દાટ વાળ્યો છે

મનેખનો

હતા સારા એ બધા હરતા ફરતા

આ ટાઈ પહેરનારા ને મોંઘા પરફ્યુમ છાટનારા

કો'કની સમસ્યા જાણી પેટનું પાણી પણ ના હાલે

એટલા નિષ્ઠુર; બની ગયા છે. 


 ને એમની બાયડીઓની તો શું વાત કરું !

પૂછતીયે નથી એકેય એના ભરથારને કે 

આ મહીને આ વધારાની થોકડી ક્યાંથી આવી ! 

આવા છે એમના બૈરાઓ

પોતાના સિવાય અન્ય કોઈ

જીવતું જ નથી આ જગમાં એમ માની, 

ધૂમ ખરચા કરતા થઈ ગયા છે.


ને મોહ સ્ક્રીનનો એટલો તો લાગ્યો છે કે ન પૂછો વાત

ઘણાખરા મનેખ અહીં જાણે-અજાણે 

આ જાળમાં ફસાઈ ગયા છે. 


ને આંખોનો મૂળ હેતુ તો જાણે મરી પરવાર્યો ન હોય એવું ચિત્ર ખડું થયું છે. 

જે આવ્યું એ પડદા પર, લોક ઘણાખરા, જોઈ લેવા ટેવાઈ ગયા છે.


ને પંખીઓનો કલરવ હજીય સંભળાય છે એનો અનુભવ તો કર (2)

કૂથલી-ગોસિપ સાંભળવા, હવે ઘણાખરાના કાન હેવાઈ ગયા છે. 


ઘરના ભોજનને અલવિદા કહેતા હવે ઘણાખરાને ખચકાટ થતો નથી. (2)

રોડસાઈડના તવા... હા, હા, રોડસાઈડના તવા, વડાપાઉ-દાબેલી -મંચુરિયનથી, 

ભરાઈ ગયા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract