ઊભી થઇ છે
ઊભી થઇ છે
ચકલે-ચકલે ને ચોરે-ચૌટે
પાન ને પિપર મિન્ટની દુકાનો ઊભી થઈ છે,
ચાલ, કેરોસીન છાંટ ને દીવાસળી ચાંપ
આગ પેટાવવાની આવશ્યકતા ઊભી થઈ છે,
ને એમ કરતાં જો હાથ થરથરે તો રોકાઈ જા,
વિકલ્પ શોધ કશોક નવો,
સંતાનને સખણા રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે,
ને આમ નાહકનો હતાશ કેમ થઈ જાય છે
પડી'તી રસ્તા ઉપર ઠોકર ખાઈને
એ ઘોડી તરફ તો જો
ધૂળ ખંખેરી દેહ પરની; તાબડતોબ એ ઊભી થઈ છે,
એના મૂળ સ્વરૂપને હવે બે ટાઈમ હથેળીનો સ્પર્શ થાય છે
વિચાર તો કર, રોટલી એટલી હદે વ્હાલી થઈ છે.
