ખોલી છે
ખોલી છે
1 min
182
પ્રત્યેક જણે અહીં કોઇ ને કોઇ પ્રકારની દુકાન ખોલી છે,
કોઇએ કાયાની, કોઇએ માયાની તો,
કોઇએ વિદ્યાની અહીં હાટડી ખોલી છે.
એટલે જ બનાવી દીધું મેં મુજ મગજને,
વિચારોનું પાવરહાઉસ,
હમણાં જ મળ્યું સાંભળવા મુજ ઘર સામે,
કોઇએ કંપની બદમાશોની ખોલી છે.
દંભ કરી કરીને આખરે બધા સલવાઇ ગયા,
લાગે છે અહીં હર શખ્સે એકબીજાની પોલ ખોલી છે.
