Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Amit Chauhan

Action

3  

Amit Chauhan

Action

એક સરેરાશ ગુજરાતી મીડિયા મેન

એક સરેરાશ ગુજરાતી મીડિયા મેન

3 mins
176


એક સરેરાશ ગુજરાતી મીડિયામેન એટલે એક એવો માણસ કે જેને સવારે ઉઠતાથી સાથે રાત્રે સૂઇ જાય ત્યાં સુધી વિચાર વિચાર જ કરવાનું હોય છે. કારણ એટલું જ કે એ એક ટન જેટલું વિચારે તો એમાંથી એકસો ગ્રામ જેટલું જ ખપ લાગતું હોય છે.  આ મીડીયામેન એટલે એમાં લેખન સાથે સંકળાયેલા નાના-મોટા બધા શખ્સો -શખ્સીઓ આવી જાય. એક સરેરાશ ગુજરાતી મીડિયામેન ઠાંસી ઠાંસીને ભોજન આરોગનારો નથી બલકે માફકસરનુ ભોજન આરોગનારો છે.  એને ક્યારેય પ્રશ્ન થાય છે કે પહેલા ગીત લખાય કે ટ્યુન બને ?  એને સવારે ઉઠતાંની સાથે જ કાલ્પનિક-વાસ્તવિક ઘટનાઓ દેખાયા કરે છે. 

એ ચેક્સ શર્ટ પહેરનારો છે. અને ઇચ્છા થાય તો પ્લેન શર્ટ પણ પહેરે છે. એક સરેરાશ મીડીયામેન પાસે ઓછામાં ઓછું એક ટુ વ્હીલર છે. કેટલાક ફોર વ્હીલરવાળા છે. તે સ્ટીયરીગ પર હાથ રાખીને અર્જુનની આંખે ગાડી હંકારવામાં માને છે. તેને ગ્રીન ટીના ફાયદા ખબર છે. તે મોનોલોગ કરનારો એક આમ શખ્સ પણ છે. તે પોતાના મોબાઇલ કે લેપટોપથી સ્પાઇસ જેટ, ઇન્ડીગો કે જેટ એરવેઝની ટિકિટ બુક કરાવી શકે છે.  તેને શશી થરુરના પત્નીનું નામ ખબર છે.  તે જાણે છે કે આદમ અને ઇવે આરોગેલુ એપ્પલ એટલે કે સફરજન; જે તે વ્યક્તિને ડોક્ટરથી દુર રાખે છે. પેજ થ્રી કલ્ચર શું છે તેની તેને જાણ છે. તેને દલાલ સ્ટ્રીટ ક્યાં આવેલ છે તેની જાણ છે. 'ધ હિટ ગર્લ ' કોની ઓટોબાયોગ્રાફી છે તેની તેને જાણ છે.  તેને સવાલ થાય છે કે મહિલા મોટાભાગે સ્ટીયરીંગ સીટની બાજુમાં જ કેમ બેઠેલી જોવા મળે છે! ?  ચલાવતા આવડતું નથી એટલે ? 

ગાડીની ખરીદીમાં એનું પોતાનું કોઇ યોગદાન (ઇન્વેસ્ટમેન્ટ) નથી એટલે કે પછી કૌટુંબિક સમસ્યા વિશે શાંતિથી વાત કરી શકાય એટલા માટે ! આર.ઓ.નું ફૂલ ફોર્મ શું થાય તેની તેને જાણ છે. પાણીપુરીવાળા પોતાની લારી પર આર.ઓ.ના પાણીનો ઉપયોગ થતો હોવાનું બોર્ડ ચોટાડે છે એ પાછળના તર્કની એને જાણ છે.  તેને સવાલ થાય છે કે એકેય સામયિક કે છાપાની ઓફિસમાં મહિલા તંત્રી કે કર્તા હર્તા કેમ નથી ! એને સવાલ થાય છે કે મોટરસાઈકલની પાછળના ભાગે સ્ત્રીએ જ બેસવાનો વારો કેમ આવે છે ! એક સરેરાશ મીડીયામેન કોઇને કોઈ પ્રકારના અસંતોષથી ઘેરાયેલો શખ્સ છે. 

એક સરેરાશ મીડીયામેન ; બીજી વ્યક્તિ શું લખે છે એ વાંચવામાં રસ ધરાવે છે. એને ઓછામાં ઓછી બે ભાષા આવડે છે. એને મગજમાં ફીટ થઇ ગયું છે અથવા એમ કહો કે યાદ રહી ગયું છે કે આમિરના પહેલા પત્ની કોણ હતાં ! એને ખબર છે કે 'બેતાબ'મા સની દેઓલ સાથે હીરોઇન કોણ છે ! એને ખબર છે કે "કોઇ જબ તુમ્હારા હદય તોડ દે...તરસતા હુઆ જબ કોઇ છોડ દે " ગીત કઇ ફિલ્મનું છે. તે જાણે છે કે ટી.વી.ની શોધ ન થઇ હોત તો ગુજરાતી માણસ કેટલો કંટાળો અનુભવત !  તેને રાજકુમાર સંતોષી વિશે ખબર છે. 

પણ તે એ જાણતો નથી કે તે ખરા અર્થમાં 'સંતોષી' છે કે કેમ?  એ માટે એણે ગુજરાત છોડી બે-ત્રણ મહિના માટે  બોમ્બે જવું પડે. અને એમના વ્યકિતત્વનો અભ્યાસ કરવો પડે!  તે જ્યારે કોઇ અગ્રણી અભિનેતા વિશે વિચાર કરવા બેસે છે ત્યારે અનાયાસે એવું સૂત્ર રચાય જાય છે કે, "જયાને પામતાં રેખા ખોઇ !" તેને એ ખબર છે કે 'ઇરાની 'અટક શેમાં આવે ! 

'વાચસ્પતિ' કોનું ઉપનામ કે તખલ્લુસ છે તેની તેને જાણ છે. તે કયા વાદમા માનતા હતા તેની પણ તેને જાણ છે. એક સરેરાશ ગુજરાતી માણસને સરકારી નોકરી મેળવવામાં શું કામ રસ છે તેની તેને જાણ છે.  કોઇ સરકારી કર્મચારીએ લાખોનું દાન કર્યુ હોય એવું સાંભળવામાં આવ્યું છે ? જો આવ્યું હોય તો એને ઓછામાં ઓછી એક સલામ ખેલદિલીપૂર્વક ભરી દેજો. કોઇ શરતે કર્યું હોય તો નહીં !

એક સરેરાશ મીડીયામેન હોસ્પિટલમાં દાખલ થતાંની સાથે જ અંદાજ લગાવી શકે છે કે તે સેવાભાવથી ચાલતી હોસ્પિટલ છે કે નાણાં કમાવવા માટેની. એ જાણવા માટે કયા માપદંડ કામે લગાડવા તેની તેને જાણ છે. એક સરેરાશ મીડીયામેન માણસના ભાવ જગતને પિછાણે છે અને પછી અમુક તમૂક તારણ કાઢે છે. 

એને ખબર છે કે ધનની કઇ કઇ ગતિ છે !  એક સરેરાશ મીડીયામેન શરીરે હુષ્ટ પુષ્ટ પણ હોઇ શકે છે ને શરીરે નબળો પણ હોઇ શકે છે. એક સરેરાશ મીડીયામેન સ્મશાન ગૃહની સમયાંતરે મુલાકાત લેનારો શખ્સ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Action