પપ્પાની પ્યારી
પપ્પાની પ્યારી
પપ્પા, પપ્પા ક્યાં ચાલ્યા
મુજને સંગ લેતા જાવ
તમે કહો તો તૈયાર થઈ જાવ
સાથે મને લેતા જાવ,
પપ્પા, પપ્પા ક્યાં ચાલ્યા
સંગ મુજને લેતા જાવ
બેટા, તારે આવવું છે; તો ચાલ ઝટપટ તૈયાર થા
સાંભળીને પપ્પાના શબ્દો એ તો ઘરમાં દોડી ગઈ
ગુલાબી રંગની ફ્રોક પહેરી એ તો બહાર આવી ગઈ,
બેઠા પપ્પા બુટ પહેરવા
ને એ ઉપર ચઢી ગઈ
પપ્પાના વાળ વિખેરાઈ જશે
એ વાત ઝંખના વિસરી ગઈ
ના….ના…..બેટા એમ નંઈ એવું પપ્પા
કહેવા લાગ્યા ત્યારે એ નીચે ઊતરી ગઈ
સવારી માટે સજ્જ સ્કૂટી જોતાં
"વાહ પપ્પા " એ બોલી ગઈ,
ને આગળના ભાગે આવી; સ્ટીયરીંગ સમીપ ઊભી રહી ગઈ
પપ્પા બોલ્યા બેટા ફાવશે ?
હોઠ ખૂલ્યાં ને " વ્હાઈ નોટ " શબ્દો ઉચ્ચારાયા !
ચાલો ચાલો પપ્પા ચાલો
શોપિંગ કરવા જલ્દી ચાલો
ઝંખનાની વાણી એવી અસર કરી ગઈ
જોતજોતામાં ચાવી જમણી તરફ ફરી ગઈ
"ઢ્રીન્ગ ઢ્રીન્ગ" સ્કૂટીએ કાઢ્યો અવાજ
ને એ સાથે ઝંખના પણ "ઢ્રીન્ગ ઢ્રીન્ગ" બોલવા લાગી,
એક શખ્સે ગન અડાડી
કોમળ કોમળ હાથ ઉપર ગન અડાડી
પપ્પા...પપ્પા… અંકલ ગોળી મારે છે
એ તે કંઈ ગોળી મારે….
પપ્પા છે તુજ પાસે ને એ ગોળી મારે !
એ તો બેટા ટેમ્પરેચર ગન છે
છે બેટા એ ટેમ્પરેચર ગન
ઓકે પપ્પા ચાલો અંદર કહેતી કહેતી
એ પપ્પાને દોરી ગઈ,
બે હાથ વડે સળીયા પકડીને
એ ટ્રોલી પર બેસી ગઈ
પારલે, મોનેકો, ક્રેક જેક ઉપર એની આંખો ફરતી રહી
'ડાર્ક ફેન્ટસી 'આવતાં જ એ હરખપદુડી થઈ ગઈ,
"ધીસ વન આઈ વોન્ટ ફાધર
ધીસ વન આઈ વોન્ટ
ધીસ વન આઈ વોન્ટ ફાધર
ધીસ વન માય ડીયર પપ્પા "
ગીત મધુરુ ગાતાં ગાતાં
એ પપ્પાને જોઈ રહી
પપ્પાની આંખોના ઈશારે
સંમતિ પપ્પાની એ સમજી ગઈ,
ખંજન પડ્યા ગાલે એના ને
લીધું એણે 'ડાર્ક ફેન્ટસી'નું પેકેટ……
ટ્રોલી આગળ વધતી ગઈ
આગળ આગળ વધતી ગઈ,
કિશોરો, યુવાનો, સ્ત્રીઓ, બાળકો ઉપર નજર ફેરવતાં ફેરવતાં એ તો હરખાતી ગઈ
એવામાં એક યુવતીની આંખો
ઝંખના સામે સ્થિર થઈ
એ પછી પપ્પાની સામે જોઈ
એ કહેવા લાગી: વાઉ સો ક્યૂટ ગર્લ…..
વોટ ઈઝ હર નેઈમ ?
પપ્પા એવા હરખાયા, હરખાયા એવા પપ્પા
કે મુક્તમને કહેવા લાગ્યા: શી ઈઝ ઝંખના,
વોટ અ બ્યૂટીફૂલ નેઈમ…..વોટ અ બ્યુટીફૂલ નેઈમ….
યુવતી બોલતી બોલતી એની ટ્રોલી સંગ ચાલી ગઈ…….
"પાપા, હુ વોઝ શી ? " ઝંખનાનો પ્રશ્ન ઉઠ્યો
સ્વચ્છ- નિર્મળ આંખોમાં વિસ્મય નિહાળતા પપ્પાએ કહ્યું: શી વોઝ અન્જાની !
ઓહ પાપા…….ઈઝ ઈટ નેઈમ ? એણે મંદ મંદ સ્મિત રેલાવ્યુ.
આઈ ડોન્ટ નો હર રિયલ નેઈમ, આઈ ડોન્ટ નો હર રિયલ નેઈમ ! ધેટ્સ વ્હાઈ આઈ ટેલ યુ સચ અ ઈમેજીનરી નેઈમ
પપ્પાનો રિધમીક ખુલાસો એને સ્પર્શી ગયો
એ પછી એ કહેવા લાગી: પાપા, બોર્નવિટા……
એણે બોર્નવિટાનું ટિન લીધું ને ટ્રોલીમાં મૂકી દીધું.
ચાલો પપ્પા...ચાલો પપ્પા….જે લેવાનું હોય એ લઈ લો
બોલતાં બોલતાં એ તલપાપડ થઈ ગઈ,
ઘેર પહોંચવા માટે એ નાનકડી પરી અધીરી થઈ ગઈ
કાઉન્ટર આગળ આવતા આવતા એ તો એવી ઘેલી થઈ ગઈ
એક લેડીનો હાથ લંબાયો….ઝંખનાની સામે
તરત જ ઝડપી લઈ એ હાથમાંની ચોકલેટ
એ તો આનંદમા તરબોળ થઈ ગઈ
ટ્રોલી આવી બહાર ને એ તરત ઊતરી ગઈ,
સ્કૂટીના આગળના ભાગે પહોંચી એ કશુંક વિચારી રહી
વોટ હેપ્પન્ડ પૂછાતાં…..
પપ્પા...પપ્પા….પાછળ બેસી જાઉ ?
'એઝ યુ વિશ ' સંભળાતા જ તે પાછળ બેસી ગઈ,
'પડી જવાશે તો' એકદમ એના મસ્તિષ્કમાં વિચાર ઝબક્યો
ને એ સાથે જ એણે પપ્પાની કમર ફરતે નિજના કોમળ
હાથ વીટાળી દીધા,
ધેર આવતાની સાથે એ તો ઝડપથી ઊતરી ગઈ
ચીજવસ્તુઓથી ભરેલી થેલી એ ઉચકવા આવી ગઈ,
પપ્પાએ એની સામે જોયું કશુંક ગાતાં ગાતાં અટક્યા કે એ કેવળ એટલું બોલી: હં…….
પપ્પાએ ધીમે રહીને હોઠ ફફડાવ્યા: એક…...તો સામે કોમળ અવાજ ઉદભવ્યો: એક સે ભલે દો…...દો…..
પપ્પા કહેવા લાગ્યા: સે ભલે તીન.
