STORYMIRROR

Amit Chauhan

Tragedy

3  

Amit Chauhan

Tragedy

જોડી: શું જોડી રાખે છે 'એફ' અને 'એમ'ને !

જોડી: શું જોડી રાખે છે 'એફ' અને 'એમ'ને !

2 mins
231

એક કલંકિત હોય અને બીજું નિષ્કલંક કે કલંકરહિત હોય

તોયે જોડી ન જામે ! 

બંને કલંકિત હોય તોયે જોડી ન જામે,


બેય નિષ્કલંક કે ડાઘરહિત હોય 

ત્યારે જોડી એવી તો જામે કે ન પૂછો વાત

આવી જોડી જો તમને જડી હોય તો 

એનો ખાલી રુઆબ જોજો

સલામ ભરવાનું કે કરવાનું મન થઈ જશે,


પણ માનવજીવનની કરુણતા જ કેવી કે ભાગ્યે જ કોઈ 

એવી જોડી જડી આવે જેમાં બંને પક્ષ ડાઘરહિત હોય

'આધે અધૂરે'નું કથાવસ્તુ કદાચ આવા જ મતલબનું હશે ! 

કોઈકની સાથે રહેવાના વિચાર સાથે ફફડી જવાય છે.

કોઈકની સાથે રહેવાનો વિચાર માત્ર ધ્રૂજાવી દે છે

કેમ કે જાણે અજાણે આપણે સહુ બજાર સાથે જોડાઈ જઈએ છીએ 

અને બજાર તો ખબર છે ને કેટલો નઠારો શબ્દ છે. !


માનવસ્વભાવની વિચિત્રતાઓ સાથે પનારો પાડવો ધારીએ એટલું સહેલું નથી જ નથી. 

બહુ વિચાર કરતાં કરતાં; હા, બહુ વિચાર કરતાં કરતાં એવું તારણ નીકળ્યું કે પ્રેમ કરીને કે પ્રેમ કર્યા વિના કોઈ છોકરી સાથે પરણી જવા માટે ગુજરાતનું વાતાવરણ અનુકૂળ નથી.

અને આ વાતાવરણ એકલું જ કેમ ! 

 આ વાતાવરણ એકલું જ માનવજીવનની પથારી નથી ફેરવતું...સાથે સાથે અન્ય પરિબળો પણ જિંદગી ધૂળ ધાણી કરવા માટે મેદાને પડે છે ! 


એક વ્યક્તિને બીજી વ્યક્તિને 'પ્યાર ' કરતી વખતે શું અતીત પજવતો નહીં હોય ? છે ને જોરદાર પ્રશ્ન !

કોઈ એવું સોફ્ટવેર ખરું કે જે પેલા અતીતને રીતસરનો ભોંયભેગો કરી નાખે ! 

પહેલા ધડાકે અને પહેલી નજરે તો નહી લાગે

હા, હા, પહેલા ધડાકે નહીં ખબર પડે

પણ હકીકતે સહજીવન અને આર્થિક સ્થિતિને ખાસ્સુ લાગે વળગે છે. 


જ્યારે કોઈ સ્ત્રી; કોઈ પુરુષને તેના હુનર સંબંધિત સવાલને બદલે પગારની પૃચ્છા કરતા ભાળુ છું ત્યારે મૂછમાં જ હસી લઉ છું. 

આ આખી દુનિયામાં એવો કોઈ પ્રદેશ ખરો કે જ્યાં પગારનું નહીં પણ સાચકલા પ્રેમનું રાજ્ય- સામ્રાજ્ય ચાલતું હોય !


એક ગુજરાતી પરણિત સ્ત્રી પતિની નહીં પણ પગારની રાહ જોતી હોય એવું ચિત્ર ખડું થયું છે.

ક્યાંક શબ્દો વાંચવા મળ્યા હતા: સગવડીયો સંબંધ

જેણે આ શબ્દો શોધ્યા એને મારી સો સો સલામ ! 


શું પુરુષ કે શું સ્ત્રી ! કોઈ પોતાના અતીતથી સમૂળગુ અલગ થઈ શકે ? 

અતીતને ભૂલવો લગભગ અશક્ય લાગે છે ! અતીતને ભૂલવા માટે કેટલી બધી તાકાત જોઈએ, નહીં ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy