ઊભરાતું ચોમાસું
ઊભરાતું ચોમાસું
ઝાંઝવાના જળ બની ન વરસ
મૃગજળ બની ના આમ તરસ,
વરસ જાણે બારેમેધ ખાંગા,
ના તરસ જાણે આષાઢે મેધ ત્રાગા,
ઉંમરને પણ એક્સપાયરી ડેટ છે
જીવતરમાં ક્યારેય ક્યાં કાંઈ લેટ છે.
પૂછ ના તારી જાતને આમ જાજૂ
મનને કહે કરી નાંખે પાકુ
જીવ અને જીવીલે થોડામાં જાજૂ
મર્યા પછી કોણ અને કેવી વાતું
જીવનની આમ જ ગુંજે ફરિયાદુ
વરસ જાણે બારેમાસ ઊભરાતું ચોમાસું.

