સપનાં
સપનાં
ના પ્રેમ અધૂરો હોય છે
ના પ્રેમ પૂરો હોય છે,
પ્રેમ તો બસ સ્વતંત્ર હોય છે,
ના સપનાં પૂરા હોય છે,
ના સપનાં અધૂરા હોય છે,
સપનાં તો માત્ર એક અહેસાસ હોય છે,
ના મિલન વધારે હોય છે,
ના મિલન ઓછું હોય છે,
મિલન તો માત્ર એક સીમા હોય છે,
ના વિરહ દર્દનાક હોય છે
ના વિરહ તકલીફ હોય છે,
વિરહ તો એક મીઠું દર્દ હોય છે.

