વરસાદ
વરસાદ
ધારાએ કહ્યું પાણીને, ખરેખર તારા જેવું કોઈ નથી
પાણીએ હસતાં હસતાં કહ્યું કે ટેકો તો તું જ આપે છે,
પાણીએ કહ્યું ઝાકળને, ખરેખર તારા જેવું કોઈ નથી
ઝાકળ બિંદુ બોલ્યું કે, આમાં તમે જ તો છો,
ઝાકળ બિંદુએ કહ્યું નદી ને, ખરેખર તમારા જેવું નથી
નદીએ હસતાં હસતાં કહ્યું કે, તે જ તો મને જન્મ આપ્યો,
નદીએ દરિયાને કહ્યું કે, ખરેખર તમારા જેવું કોઈ નથી,
દરિયાએ કહ્યું કે, તું નથી એટલે જ તો હું પણ નથી.
