હમરાહી
હમરાહી
અજાણતા જ મળ્યાં આપણે
ઓળખાણથી છૂટા પડ્યાં
નાદાનીથી મળ્યા આપણે
સમજણ થી છૂટા પડ્યાં
અજાણી રાહ પર મળ્યા આપણે
જાણીતી મંજિલ પર છૂટા પડ્યાં
ફૂલની મહેક ટંકારવી મળ્યા આપણે
કાંટાની દાંડી પર ચાલીને છૂટા પડ્યાં
એક અજાણી લાગણીમાં બંધાયા આપણે
જાણીતા મનમાંથી નીકળીને છુટા પડ્યાં
શબ્દોની મહેફિલ જામી રંગાઈ ગયા આપણે
મૌનની મજબૂરીથી વગર કીધે છૂટા પડ્યાં

