કવિતા
કવિતા
1 min
376
કવિતા લખવાનો શોખ ક્યારેય કોઈનો નથી હોતો
જીવતાંને મારવા અને મરતાંને જીવાડવાનો રસ્તો છે,
કવિતાના શબ્દોમાં એક અલગ જ પ્રકારની કળા છે
કવિતાના અક્ષરમાં એક અલગ જ પ્રકારની વર્ણ છે,
કવિતા હાથથી લખાય છે, કવિતા આંખથી વંચાય છે
કવિતા મનથી મહેસૂસ કરાય છે, કવિતા મનથી જોવાય છે,
કવિતાને હાથ નથી, કવિતાને પગ નથી
કવિતાને મન નથી, કવિતાને શરીર નથી,
કવિતા ખુદ કવિતા સંભળાવે છે, કવિતા ખુદ સાંભળે છે
કવિતા રડાવી જાય છે, કવિતા હસાવી જાય છે,
કવિતા ભાવાત્મક બનીને ખુદ શીખવી જાય છે
કવિતા કાગળ પર લખાય છે, કવિતા પેનથી લખાય છે,
કવિતા લખવા પણ કેટલાય વિચાર મગજમાં આવી જાય છે.
