STORYMIRROR

PADHARIYA DINESHKUMAR

Fantasy Others

3  

PADHARIYA DINESHKUMAR

Fantasy Others

પોતાના સ્વાર્થમાં ઘેલો થયો

પોતાના સ્વાર્થમાં ઘેલો થયો

1 min
193

પોતાના સ્વાર્થમાં ઘેલો થયો માનવી

 વૃક્ષોનું નિકંદન આડેધડ કરી,

 ઓક્સિજન માટે ભટકયો માનવી,


ખનીજ મેળવવા જમીનો શારી

 કુદરતી આફતનો ભોગ બન્યો માનવી,


 પોતાના સ્વાર્થમાં ઘેલો થયો માનવી

 ગંદા પાણી જળાશયોમાં ઠાલવી,

 જળ એજ જીવનનો નારો ભૂલ્યો માનવી,


 જંગલો કાપી ઔષધી ગુમાવી 

 એન્ટિબાયોટિક પર વળ્યો માનવી,


 પોતાના સ્વાર્થમાં ઘેલો થયો માનવી

 મહેક હવે નથી રહી અસલી ફૂલોમાં,

 નકલી ફૂલોથી ઘર સજાવે ઓ માનવી,


 કુદરતના ખજાનાને જાણ્યો નહીં

 પૈસા પાછળ દોટ મૂકે માનવી,

 પોતાના સ્વાર્થમાં ઘેલો થયો માનવી,


 જીવન તારુ સફળ કરવા

 હવે તો વૃક્ષ વાવ ઓ માનવી,

 જીવવું હશે આ જગતમાં જો તારે

 બચાવ કુદરતી સંપત્તિ ઓ માનવી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy