હાઈકુ - બારી
હાઈકુ - બારી
બારીઓ બંધ,
અવાજ તડપાવે,
નજારો મળે.
ફરફરતી,
હવા, ઝૂલતી લટ,
સંવારી, બારી.
પ્રેમ ગોષ્ટિ,
નિહારી, બારી મધ્યે,
આનંદ ઉરે.
વાર્તાલાપની,
મજા, સામસામેની,
બારી, નજરો.
પ્રેમી પંખીડા,
તાકતા, બારીમાંથી,
અનિમેષથી.
બારીની સામે,
બારણાની દીવાલ,
અનુકૂળતા.
શીત લહેર,
મોગરાની મહેક,
ઊડી બારીમાં.
ગુલાબ ફૂલ,
કરમાયેલા હાલ,
બારીઓ બંધ.
પ્રેમી બહાર,
બારીમાનાં સળિયા,
પ્રેયસી રડે.
હૃદય બારી,
માં,વ્હાલમની રાહ,
મીઠો આવકાર.
મનની બારી,
વિચારોની આપલે,
સુખમાં રાચે.

