હવે ખોટ છે, ભઈલા
હવે ખોટ છે, ભઈલા
પાંપણ પાથરવાવાળા અને..
ખોળા પાથરવાવાળાની હવે ખોટ છે ભઈલા..
જ્યાં જુઓ ત્યાં પોતાનું જ પેટ ભરવાની અને,
પોતાનું જ કરવાની દોટ છે ભઈલા..
છે હોશિયાર બીજી બધી બાબતોમાં લોકો,
બસ સ્નેહ લાગણીનાં વિષયમાં બધા ભોટ છે ભઈલા.
