STORYMIRROR

Dina Chhelavda

Fantasy

3  

Dina Chhelavda

Fantasy

આનંદની રેલમછેલ છે

આનંદની રેલમછેલ છે

1 min
242

ઓચિંતો શામળિયો સપને આવ્યો ને,

મને વ્હાલમાં પૂછે કે તું કેમ છે ?

મે તો કહ્યું તારી કૃપા અપાર ને,

આનંદની રેલમછેલ છે.!


મનની અટારીએ તરતી મૂકી છે અમે,

મલકાતી છલકાતી આ પળ રે,

જીવન સાગરમાં વહેતી ઘુઘવતી,

ખુશીઓથી છલકાતી છોળ રે.!


આંખોમાં આમ તો ઉછળે સમંદર, 

ને અંતરમાં ઘુઘવતો શોર રે,

ઉપરથી લાગે કે કોરીધાકોર પણ,

ભીતરથી વાદળીનો ધોધ રે.!


સુખને દુઃખના શું કરવા હિસાબ હવે,

મારે તો રોજ અહીં મોજ રે,

આનંદી આતમને પરવા શું જગની,

તારા જ દર્શનની અહીં ખોજ રે.!


દિન તો ઊગીને આથમી પણ જાય,

રોજ તારી કૃપાથી હેમખેમ રે,

માધવના નામની કંઠી પહેરી હવે,

મીરાંની જેમ તારો સંગ રે.!


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy