STORYMIRROR

Tanvi Tandel

Inspirational

3  

Tanvi Tandel

Inspirational

મોર્ડન વુમન

મોર્ડન વુમન

1 min
27.2K


પુરુષ સમોવડી તો ગણાઉં છું

પણ હજુ દાખલામાં કિંમત નથી.


આધુનિકતાની દોડ વચ્ચે

મોર્ડન વુમન બની ઉભરી આવી છું.


ઘરકામ સંભાળુંને ઓફિસ પણ સંભાળું

પતિ, બાળક, પરિવાર વચ્ચે આંટાફેરા મારુ છું.


હસતા મુખે સામાજિક જવાબદારી પણ નિભાવું છું

હા, હુ આધુનિક નારી છું.


અંતરિક્ષની સેર હોય કે રાજનીતિની કમાન

મારી હસ્તરેખામાં સઘળા ક્ષેત્ર સમાય.


રમતગમતમાં મેડલો લઈ દેશગૌરવ વધારું છું

"મેનેજમેન્ટ"ના પાઠો પણ શીખવાડી જાણું છું.


સંઘર્ષ, પુરુષાર્થ, ગતિશીલતા પરિવર્તન, કોમ્પ્રોમાઈઝ

શબ્દ સઘળા મારી ડીક્ષનરીમાં સમાઊ છું.


ઉન્નત મસ્તકે વટભેર જીવન હુ જીવું છું.

આધુનિક વસ્ત્રો વિચારો સાધનોથી સજજ


સુપર વુમન નો તાજ હું પહેરું.

હા..હુ મોડર્ન વુમન છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational