STORYMIRROR

Tanvi Tandel

Children Drama Fantasy

3  

Tanvi Tandel

Children Drama Fantasy

સુખદ સમય

સુખદ સમય

1 min
27.3K


અહા, વેકેશન પડતાજ ....

મામાના ઘરે દોડી જાતા રે,

મામી વ્હાલથી ખવડાવે ને મામા,

વાપરવા રૂપિયો આપતા રાજી થતાં રે.

બાળપણ મને સાંભરે રે.

દરિયાકાંઠે રેતીનું ઘર બનાવી, ઢીંગલા ઢીંગલીએ રમતા રે..

કેટલી મોજ સંગાથ હતી.

હાલ સાચૂકલું પોતાનું ઘર છતાં....

જવાબદારીનો બોજ હાથ રે.

અગણિત ઈચ્છાઓ હ્રદયનાં ઊંડાણે,

પૂરી કરવા ચોવીસ કલાક કરતાં વૈતરૂ રે.

બાળપણ મને સાંભરે રે.

મમ્મી પપ્પાનો હાથ ઝાલી,

મેળામાં ફરવા જતાં રે, ઢગલો રમકડાં ને અસંખ્ય તોફાનો

ના સમય સાચવવાની માથાકુટ...

ના કશીયે ફિકર.બસ કલબલ કલબલ કલરવ કરતા,

અલ્લડતાથી હરતા - ફરતા ને રમતાં

બાળપણ મને સાંભરે રે.

સૌના લાડકવાયા બની..મુઠ્ઠીમાં

દરેક ક્ષણે છલકતો પ્રેમ રે.

આજને ધૂંધળી કરતી ભૂતકાળની મીઠી યાદો રે

બાળપણ ના વીસરાશે રે.

સાહેબની સોટીના ડરે ફટાફટ લેસન કરતા રે.

મિત્રો સાથે મળીને કેટલાયે અજબ ગજબ તોફાનો સર્જતા રે.

આજે ના ડર છે ના એ સમય છે, છતાં તોફાનો કરવાની હિમ્મત નથી.

બાળપણ મને સાંભરે રે.

બસ મળી જાય ઓલું... " ટાઈમ મશીન"

સુખદ સંસમરણો થી ભર્યા સુગંધિત.....

બાળપણ માં જઈ થોડા દિવસ કરવો વસવાટ રે.....

બાળપણ મને સાંભરે રે.!!!!!



Rate this content
Log in

Similar gujarati poem from Children