STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

4  

Manishaben Jadav

Inspirational Children

સપ્તરંગી હોળી

સપ્તરંગી હોળી

1 min
234

ચાલને પ્રેમના રંગ લઈએ મળી

વેરઝેરની કરીએ આપણે હોળી

આવી આજે આંગણ સપ્તરંગી હોળી,


પ્રેમથી રમીએ એકબીજાને રંગી

હોળીના તહેવાર માણીએ સંગી

આવી આજે આંગણ સપ્તરંગી હોળી,


આનંદથી કરીએ સંબંધો મધુરાં

હોળી કેરા પર્વને બનાવીએ મધુરા

આવી આજે આંગણ સપ્તરંગી હોળી,


વિશ્વાસ થકી જ ઉત્સવો સુગંધી

હોળીને રમવા ન હોય કોઈ બંધી

આવી આજે આંગણ સપ્તરંગી હોળી,


મસ્તીભરી જામી છે ખૈલેયાની ટોળી

એમાં પુરીએ રંગ ગુલાબી ઝબોળી

આવી આજે આંગણ સપ્તરંગી હોળી,


મળી જાય મીઠાશ દરેક સંબંધમાં

ટળી જાય વેરઝેર દરેક મિત્રતામાં

આવી આજે આંગણ સપ્તરંગી હોળી,


રંગોથી ભરેલી મીઠી સૌની હોળી

ધૂળેટીના પર્વે બને મધમીઠી હોળી

આવી આજે આંગણ સપ્તરંગી હોળી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational