તું આવતો કેમ નથી .
તું આવતો કેમ નથી .
વૈતાલ કોઈ વાર્તા સંભળાવતો નથી
કાચબો હવે સસલાને હરાવતો નથી
નરસિંહ મહેતા જેવી હુંડિ હુંય બનાવતો નથી
એટલે લાગે છે મારી વેદનાને સાંભળતો નથી
મીરાબાઈ જેવા પદ ને ભક્તિ કરતો નથી
એટલે જ મને તારામાં સમાવતો નથી
શબરીના જેમ તો એઠા બોર આપતો નથી
તો પણ તું કોઈ દિ' એને ચાખતો નથી
હાલ રાધા બની તને મનાવી લઉં
ને ગોપી બની પુનમે રાસ રમાવી લઉં
રુક્મણી બની તારા સાથે પરણી પણ લઉં
પણ આ રુક્મણીને ઉપાડવા કેમ આવતો નથી
સુદામા બની તારા ચણા પણ ખાઈ લઉં
તાંદુલ લઈને આવું તો પણ ખાતો નથી
આવું તારા આંગણે તો પણ તું દોડતો આવતો નથી
વૈતાલ કોઈ વાર્તા સંભળાવતો નથી
કાચબો હવે સસલાને હરાવતો નથી
