શિવ શિવ બોલે છે હોઠ
શિવ શિવ બોલે છે હોઠ
શિવ શિવ બોલે છે હોઠ
હા, હું એના માટે છું ઠોઠ,
તને શોધતા થયો હું લોથ-પોથ
હા, હું એના માટે છું ઠોઠ,
ભટકી ભટકી રસ્તો જડતો નથી
જ્યારે જડે ત્યારે આપે છે કંઈક બોધ
હા, હું એના માટે છું ઠોઠ,
મંજિલ ના મળે એટલે કરી લઉં છું ક્રોધ
તો પણ તે હસે છે
એટલે તો ખુદને કહું છું ઠોઠ,
કણ કણમા શોધું તને તો પણ ના જડે
ને આ કણ કહે છે તું એને તારામાં જ શોધ
શિવ શિવ બોલે છે હોઠ
હા એને શોધવાનો લાગ્યો છે રોગ
એટલે જ હું એના માટે છું ઠોઠ,
કાળા પથ્થર ને પથ્થર તરીકે જોઉં તો તું ક્યાં દેખાય છે,
તને તેનામાં શોધવા ચડાવુ છું દૂધનો ભોગ
હા શિવ શિવ બોલે છે મારા હોઠ
હા મને ભક્તિનો લાગ્યો છે રોગ
એટલે જ હું એના માટે છું ઠોઠ...
તારી જટામાંથી પડે ગંગા મા નો ધોધ
તું કેટલો તાકતવાર જે સંભાળે છે ત્રિલોક
એટલે જ તને કોઈ સમજી નથી શકતું લોક
એટલે જ હું એના માટે છું ઠોઠ...
શિવ શિવ બોલે છે મારા હોઠ
શિવ શિવ બોલે છે મારા હોઠ.
