પાલતુ
પાલતુ
ટીની, મીની ને મિલિ માનીતા પાલતુ,
સુંદર મજાના થનગન થનગન નાચે.
કૂતરી ટીની લાડકું રે નામ,
મીંદડી મીનીનું લાડકું રે નામ,
મિલિ તો મારા પોપટનું નામ,
થનગન થનગન નાચે સૌ સાથ.
કૂતરો ટોની રમે ટીનીને સંગ,
મીંદડો મોની રમે મીનીને સંગ,
મિલિ પોપટ રમે ચકલીને સંગ,
થનગન થનગન નાચે સૌ સાથ.
ટીની હાઉ હાઉ કરે ખુશીમાં ,
મીની મ્યાઉં મ્યાઉં કરે ખુશીમાં,
મિલિ પોપટ મીઠું મીઠું બોલે,
થનગન થનગન નાચે સૌ સાથ.
