STORYMIRROR

Manishaben Jadav

Children

4  

Manishaben Jadav

Children

વાત વાતમાં

વાત વાતમાં

1 min
263

ઈશ્વર જાણ્યો તારો મહિમા ઘણો રે...

દુનિયાનું સર્જન છે સુંદર

જગની ખુશી છે તારાથી

આ સૃષ્ટિ હે ઈશ તારાથી

વાત વાતમાં રે...


રંગબેરંગી પતંગિયા જોને ઉડતા

પ્રકૃતિની હરિયાળી સુંદર મહેકતી

માછલાં તળાવમાં તરતા રે તારાથી

વાત વાતમાં રે...


ફુલોને સુગંધ ક્યાંથી મળતી

પક્ષીઓને ઉડવા પાંખો ક્યાંથી

ઝાડથી ધરાને સુંદરતા મજાની

વાત વાતમાં રે...


ઉંચા ઉંચા ડુંગરા આભે પહોંચતા

સુંદર તારા ટમટમ કરતા

ચાંદાની ચાંદની પણ તારાથી

વાત વાતમાં રે...


નદી ઝરણાં ખળખળ વહેતા

રણમાં ઝાડી ઝાંખરા ખીલતા

મુંગા પ્રાણી ઘરની ચોંકી કરતા

વાત વાતમાં રે...


સુરજદાદા સવાર થતાં આવતા

ઘઉંની ઉંબીઓ પર પ્રકાશ પાડતા

આ સૃષ્ટિ હે ઈશ તારાથી

વાત વાતમાં રે...


Rate this content
Log in

Similar gujarati poem from Children