કેમ કરીને ભૂલાય ?
કેમ કરીને ભૂલાય ?
મા સમ જે વ્હાલ વરસાવે,
દુનિયામાં અલગ પહેચાન બનાવે,
એ મારી માતૃભાષા કેમ કરી ભૂલાય ?
મીઠી વાણી થકી ઓળખાય,
જન જનમાં એ વખણાય,
એ મારી માતૃભાષા કેમ કરી ભૂલાય ?
જેના શબ્દે શબ્દે વ્હાલ વરસે,
હેત ભરેલા હૈયાને જે તરસે,
એ મારી માતૃભાષા કેમ કરી ભૂલાય ?
પ્રાંત પ્રાંતમાં અલગ અલગ બોલાય,
છતાં એક ભાષા તરીકે વપરાય,
એ મારી માતૃભાષા કેમ કરી ભૂલાય ?
