STORYMIRROR

Tanvi Tandel

Abstract Others Tragedy

3  

Tanvi Tandel

Abstract Others Tragedy

સંઘર્ષ

સંઘર્ષ

1 min
13.3K


ઘડિયાળના કાંટે તાલ મિલાવવા

દોડતાં દોડતાં જિંદગીનો સફર કપાય છે.

પેટમાં બોલતી બિલાડીને ચૂપ કરવા,

ઓફિસમાં વેતરૂ, ના, 'વર્ક' કરાય છે.


પ્રકાશથી ઝંખવાયેલું અમારું આકાશ;

મારા - તારાની રમતમાં વિખરાય જાય છે.

ભાડાના મકાનમાં રહેતા રહેતા

'પોતાનું ઘર'નું સપનું ડાઉન લોડ કરવાનું વિચારાય છે.


કેટલીય અધુરી કહાનીના

અંશ અહી ઘુંટાય છે.

લગ્ન મરણ જેવા પ્રસંગોના વ્યવહાર કાજે

સઘળી કમાણી સંગ્રહાય છે.

ને કોણ જાણે કયા કયા ખર્ચામાં

ક્યાં ક્યાં વપરાય જાય છે.


અસંખ્ય વણકહ્યા અરમાનો

હદયમાં રોકાણ અર્થે બસ મુકામ પામે છે.

મનુષ્ય અવતારનો સઘળો ડેટા બસ

એમજ પૂરો થઈ જાય છે.


હા, માણસની કિંમતમાં અમે બહુ સસ્તા...

અમારા મિડલ ક્લાસ ઉપનામથી બસ

સંઘર્ષ ના સથવારે... જીવન જીવાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract