STORYMIRROR

Tanvi Tandel

Drama Fantasy Romance

3  

Tanvi Tandel

Drama Fantasy Romance

મારું સ્વપ્નું

મારું સ્વપ્નું

1 min
13.8K



આછું આછું ધૂંધળું ધૂંધળું,

ગમતીલું એક ખ્વાબ રે,

મનમોજીલું, મનભાવન, છાનુંછપનું એક ખ્વાબ રે...


જરાય જંપતું નથી કેટલાય દિવસથી,

હ્રદયનાં બંધ દ્વારે દસ્તક આપી,

ઊભું રે,

હોઠ પર હાસ્ય પ્રસરે અનાયાસ એના,

ગણગણાટે,

નીંદરમાં ઓઢાડી ચાદર,

એના અસ્તિત્વને ટકાવવા કાજ,

નૃત્ય કરી થનગનતું અંગેઅંગ,

મારું એનાં સ્મરણે,


આછું આછું ધૂંધળું ધૂંધળું,

ગમતીલું એક ખ્વાબ રે,


મારા ઉછશ્વાસમાં હરદમ શ્વસું,

એ ખ્વાબ ને,

આત્મામાં ઉછેર્યું એને એક નવા,

ઉમંગે રે,

લાગણીઓના રંગબેરંગી મણકાં,

પરોવ્યા એમાં,

સ્વગત આનંદનું સર્જન એની,

પૂર્તિ સંગે રે,

ખુશીઓ એમાં સમાવી શકું એટલું,

એનું વિશાળ રૂપ રે,

બંધ પાંપણોમાં ઘર માંડીને બેઠું એ બારીએ,

સૂર્યનાં અજવાળાની પ્રતીક્ષામાં સંતાકૂકડી રમતું રે...


આછું આછું ધૂંધળું ધૂંધળું,

ગમતીલું એક ખ્વાબ રે...


Rate this content
Log in

Similar gujarati poem from Drama