STORYMIRROR

Tanvi Tandel

Drama Fantasy Inspirational

3  

Tanvi Tandel

Drama Fantasy Inspirational

આવડત

આવડત

1 min
28K


સુંદર છે જીવન બસ જીવન પ્રત્યે પ્રેમ હોવો જોઈએ,

લીલું છે પર્ણ બસ વૃક્ષ સંગ લીલોતરીની મુલાકાત હોવી જોઇએ,

તિમિર મહી તેજ પ્રગટી શકે, દિવસની સૂર્ય સાથે વાત થવી જોઈયે...


હોય જો આંખો અશ્રુ સભર છૂપાયેલી કોઈ વાત હોવી જોઈએ,

હાસ્ય ગુલાબી તો યાદની મીઠી મહેક સંગ્રહાયેલી હોવી જોઇએ,

છે અનેક રંગો મેઘધનુષ્ય માં, જોવાં દ્રષ્ટિ સાફ હોવી જોઈયે...


અનેક ગુણોથી સમૃદ્ધ બનાવી શકાય જીવનરૂપી ગણિત

જરૂરી સરવાળા બાદબાકીની તૈયારી હોવી જોઇએ,

વાત ને વિવાદો સઘળુંય સાંપડશે ભૂલી જવાની બીમારી હોવી જોઇએ,

દુન્યવી મોહ માયાથી પર રહેવાં શ્રદ્ધાનાં સૂર સંભળાવાં જોઈયે.

મારુ તારું ભલે કરતાં, અંગત વિશ્વમાં એક ખૂણો બીજાનો જોઈયે...


મીઠી લાગતી આ સફરમાં જીંદગીનાં ટેરવે હાથ પરોવી,

રોજ રોજ નીત નવું બાંધકામ કરી રસ્તો કંડારી....

ચાલતાં ચલાવતાં ને ટકતાં ...

આવડવું જોઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama