શોધ
શોધ
1 min
6.6K
આ તારું નહી, માત્ર આ મારું જ છે,
અહી અઢળક સ્વાર્થની પાળી,
વ્યક્તિત્વને માપે એવું,
આછું અજવાળું તું ના શોધ.
માનવતા છે અહી પડતરમાં,
શા માટે ? તારણ તું ના શોધ,
તક મળે અચૂક લાભ લઈ જ લે,
બાકાત એવો કોઈ માણસ તું ના શોધ.
અપારદર્શિતા છે મિજાજે મિજાજે,
નિષ્ફળતાને નોતરતા પરિબળો તું ના શોધ
સંબંધો છે અહી ભાગાકાર જેવા,
શેષ કેમ વધે એવી મગજમારીમાં,
રસ દર્શાવે એવો પારસ તું ના શોધ.
ક્ષણોના આ ભવરમાં ખોવાયું છે કઈ,
બસ શું, એ કારણ તું ના શોધ.