શુ ખરીદી ને લાવ્યા
શુ ખરીદી ને લાવ્યા
માથાના વાળ ખરીને ઊંઘ ને મૂકી આવ્યા,
ને હું પુછુ પપ્પા શું ખરીદીને લાવ્યા ?
ઘરમાં અજવાળું કરવા પોતે દીવો બની રહ્યા,
ને હું પુછુ પેલો વાંચવા લેમ્પ લાવ્યા ?
પોતાના ચંપલને ઘસાઈ રહ્યા
ને હું પુછુ પપ્પા પેલા સેન્ડલ લાવ્યા ?
હાથમાં પેલો નાનો ફોન રાખી રહ્યા,
ને હું પુછુ પપ્પા ટચકીન ફોન લાવ્યા ?
તડકે તડકો વેઠી રહ્યા,
ને હું પુછુ પેલી ac કેમ ચાલુ ન કરાવી રહ્યા ?
માથાના વાળ ખરી ને ઊંઘ ને મૂકી આવ્યા,
ને હું પુછુ પપ્પા શું ખરીદી ને લાવ્યા ?
