બાળક
બાળક
થઈ ગઈ સ્તબ્ધ હું, જોયું એનાં અંગ અંગમાં મસ્તિનું મોજું,
એનાં તોફાની મન પાછળ શૈશવનું જોર ભરેલું ઝાઝું,
આંખોમાં જોયા જોળો ભરીને સતરંગી રંગેલાં શમણાં,
જાણે આકાશે બાંધ્યાં ઠેકઠેકાણે વાદળમાં સોનેરી બંગલાં,
ખોલ્યું મન મસ્તિકનું તાળું, જ્યાં મળ્યું વિચારોનું નજરાણું,
પગની પાનીમાં જોયું જોશ, વગડો ખૂંદી મહેંક દિલે ભરવાનું,
આખી દુનિયાને જોઈ, બાહોમાં એની બે હાથે જકડેલી,
જાણે ભરી ઉડાન કોઈ અલગ દુનિયાને વશ કરવાની,
પણ,સપનું એનું જોયું દફતરનાં ઊંડાણે છેક ભરેલું,
દેખાયું એક બાળક ભણતરનાં ભાર નીચે ધરબાયેલું,
ક્યાં ગયું બાળકનું બાળપણ ? શોધું છું કયાંય ન જડતું !
લાગે કોઈ બૂરી નજરની નજરમાં અમથું જ એ સપડાઈ ગયેલું.
