રંગોની હોળી
રંગોની હોળી
આવી આવી રે હોળી રંગોથી ભરપૂર હોળી
લઈએ લાલ લીલા રંગ મનાવીએ પિયા સંગ
વિશ્વાસ થકી શોભે સંબંધ રંગોથી બને એ અકબંધ
મસ્તીથી લઈએ પિચકારી કરીએ પ્રેમની બલિહારી
હોળીના તહેવાર નજીક આવે ખુશી પાસ અનેક
ઓઢી ચૂંદડી પીળી મનાવીએ સંગ હોળી
અબીલ ગુલાલ હાથ રંગી ધૂળેટી મનાવું તુજ સંગી
તુજ સંગ મારા સાવરીયા હોળીને રંગ રંગીએ સાંવરિયા
રંગોથી ભરેલી જિંદગી એના વિના જિંદગી સુની
આવી આવી રે હોળી રંગોથી ભરપૂર હોળી
