પરિરાણી
પરિરાણી
આંખલડીમા અમી છલકાવતી,
માવડી મારી જાણે કે,પરીરાણી.
હૈયડે હેત બારે માસ વરસાવતી,
માવડી મારી જાણે કે,પરીરાણી.
સ્વર્ગ નું સૌંદર્ય ચહેરા પર દેખાડતી,
માવડી મારી જાણે કે,પરીરાણી.
મારું માથું એમના ખોળામાં રાખી
ને થાક મારો ઉતારતી,
માવડી મારી જાણે કે,પરીરાણી.
પ્રેમાળ હદયથી મુજને પંપાળતી,
માવડી મારી જાણે કે,પરીરાણી.
ધરતીમાં સ્વર્ગ સજાવતી,
માવડી મારી જાણે કે,પરીરાણી.
