અદ્રશ્ય દુનિયા
અદ્રશ્ય દુનિયા
1 min
166
દેખીતી લાગતી આપણે સૌ કોઈને આ દુનિયા,
છે તો આપણા સૌ કોઈ માટે "અદ્રશ્ય દુનિયા"
અજાણ્યા આપણે સૌ કોઈ અહીં,
છતાં પણ આપણે સૌ ને,
અહીં જાણતી "અદ્રશ્ય દુનિયા"
ભાગદોડ ના મન સાથે ભમતાં,
અહીં આપણે સૌ કોઈ,
તો પણ આપણે સૌ ને થોભતી,
આ "અદ્રશ્ય દુનિયા"
આપણા સૌ કોઈ ના સળગતા સવાલોને,
સહેતી આ "અદ્રશ્ય દુનિયા"
કુદરતનું અનોખું સર્જન છે આ દુનિયા,
છતાં પણ આપણા મનના વહેમોને,
વિરામ આપતી"અદ્રશ્ય દુનિયા"
દુનિયા રંગવિહીન છે અહીં છતાં પણ,
આપણે રંગીન રાખતી"અદ્રશ્ય દુનિયા"
દુનિયાનું કોઈ અસ્તિત્વ નથી અહીં,
છતાં પણ આપણું અસ્તિત્વ,
ટકાવી રાખતી"અદ્રશ્ય દુનિયા"
