જિંદગી મધુરી
જિંદગી મધુરી
બની મારી જિંદગી રંગીન
આપ્યો તે પ્રેમ ઘણો
રડતી એ પળો બની હસીન
સંગ આપ્યો અનેકગણો
હતી જ્યાં ઉભી એકલી
સથવારો કર્યો મારો
ભૂલ હતી ભલે મારી
સુધારો કર્યો તે મજાનો
રડતી એ આંખ જ્યારે
આંસુ લુછતો એ હાથ તારો
એ ગમગીન વાતાવરણમાં
હસતો મળ્યો તારો ચહેરો
નાનકડી દુનિયામાં મારી
ખુશી ભરી તે હજારો
લાલ પીળા અનેક રંગોથી
જિંદગી માણી અનેક રંગે
પ્રેમ થકી ટકે સંબંધો
પ્રેમ વિના સંબંધ અધૂરા
મળે જો વાલમ તારા જેવો
જીવન બને મધુરાં
